જરાક સપના ધ્યેય રૂપી કોતરાયા,
જરાક સો-પન્ના બીડ વડી દટાયા,
જરાક લોહી છેટા વેર કટાયા,
જરાક મન અમથા હૈયે લગાવ્યા.
આશા ભેરી નિરાશ ભેટ્યા,
શાંત સુખી ક્રોધે વળગ્યા,
આકાર ભૂલી નીર ફાડ્યા,
ધર્મ જ્ઞાની બાદ્શાહત જડ્યા.
મેઘ ઘનઘોર બન્યા,
દરિયા મથ્થમ બન્યા,
દિન રાત થયા,
માનવી બેફામ થયા,
સંધ્યા મરી પલભર જાગી
ચોફેર ચમકાર દીવડે બુઝાઈ.
આભ તરી આશ ભેરી
દરિયે ફાટી કિનારે ચિંધાઈ.
માનવ ધરી પ્રેમ ભરી
ખોબે ભરી ખેતરે સિંચાઈ.
અગન-ગોળા થમી ઠારે સમી
વેશે પલટાઈ ચાદર પથરાઈ.
પ્રાર્થના કેરી આંખો રૂલાઇ
બુંદ સમી સહેરે લીલાઈ.
સોલ સોપાને લખાણ ઊઘડી
અંગે અંગે ચીર ઢંકાઈ.
નજર સમી પાપે બરી
બાગે ચરી છ્ઠ્ઠે લખાઈ.
ચિત્ત છોડી કર્મને વેગી
કપારે ઘસી પ્રારબ્ધ રચાઈ.
✨
About This Poem
An original creation by Jigar Suthar, written from the heart.
💜 Enjoyed this? Share the link with others!
