Gujarati Poetry Collection
વ્હાલા નગર નો શ્યામ, સજ્જનના ચિત ચોરતો તારા વગર ઓ શ્યામ, પોકારે મન મોરલો ટગર ટગર દીસે ફેરવી નૈન રાતા, તન મન ધન ભૂલી મેળવી શીત કાયા, સર પર ભસ દીધી ચીરતો મોહ માયા, તુ જ પલ ભર બેસી ઠારતો માર હૈયા ગમતું સપનું ભમવું મથુરામ્, જમતા જમતા જપવું હરિનામ, હરતાં ફરતાં ગણવું હરિશ્યામ, થઈને મડદું જવછું હરિધામ
હજી તો ટેરવે છે વીતેલા દુઃખ કર્મથી દૂર કરવાની એ ભૂખ અને એ સફરથી મળતુ સુખ સમયથી સ્મરણ કરતુ એ મુખ દુઃખો નું દુઃખ સુખો નું સુખ સમયથી સ્મરણ કરતુ એ મુખ અચાનક સપના થયા ખાખ... બનેલી રાખ... રાખી એ કાખ... મેળવી શાખ... અને એ સફરથી મળતુ સુખ સમયથી સ્મરણ કરતુ એ મુખ દુઃખો નું દુઃખ સુખો નું સુખ સમયથી સ્મરણ કરતુ એ મુખ
સમય સમયની વાત તને જોવું ને કેડીઓ સપાટ રસ્તા બની જાય. તને જોવું ને ભાગતું જીવન પળ થોભી જાય. તને જોવું ને ધરતી ગગન એક બની જાય. તને જોવું ને ભભગતી આગ વહેતુ પાણી બની જાય. તને જોવું ને તું શ્વાસ બની તન તન માં વસી જાય. તને જોવા ખોવાયલો એવો કે પ્રહર થી પ્રહર બદલાઈ જાય. તારી વાટ જોતો હું તું મને રૂબરૂ થઇ જાય.
જરાક સપના ધ્યેય રૂપી કોતરાયા, જરાક સો-પન્ના બીડ વડી દટાયા, જરાક લોહી છેટા વેર કટાયા, જરાક મન અમથા હૈયે લગાવ્યા. આશા ભેરી નિરાશ ભેટ્યા, શાંત સુખી ક્રોધે વળગ્યા, આકાર ભૂલી નીર ફાડ્યા, ધર્મ જ્ઞાની બાદ્શાહત જડ્યા. મેઘ ઘનઘોર બન્યા, દરિયા મથ્થમ બન્યા, દિન રાત થયા, માનવી બેફામ થયા, સંધ્યા મરી પલભર જાગી ચોફેર ચમકાર દીવડે બુઝાઈ. આભ તરી આશ ભેરી દરિયે ફાટી કિનારે ચિંધાઈ. માનવ ધરી પ્રેમ ભરી ખોબે ભરી ખેતરે સિંચાઈ. અગન-ગોળા થમી ઠારે સમી વેશે પલટાઈ ચાદર પથરાઈ. પ્રાર્થના કેરી આંખો રૂલાઇ બુંદ સમી સહેરે લીલાઈ. સોલ સોપાને લખાણ ઊઘડી અંગે અંગે ચીર ઢંકાઈ. નજર સમી પાપે બરી બાગે ચરી છ્ઠ્ઠે લખાઈ. ચિત્ત છોડી કર્મને વેગી કપારે ઘસી પ્રારબ્ધ રચાઈ.
થયો પલકાર અને થઈ પાનખર, કાર્યો હતો સ્નેહ એકદમ જમકર.. કરવાની હતી વાતો દિલ થી, ને ના કરવા રહ્યા ડીલ ડિલ થી.. સવાર બપોર નો સૂરજ હતો એક, કારણ કે હતો ઢાલ એના માટે નેક.. હવે સવાર બપોર નો સૂરજ થયો અલગ, કારણ કે ઢાલે કર્યા છેડા અમારાથી અલગ..
દુઃખના ટાઈમ લખેલી છે આ ડાયરી, અને કહેવા જઈ રહ્યો છું અનેક શાયરી.. એવું ના સમજતા કે આ જામ માં નશો જ હશે, સાથે સાથે હાસ્યની રેલમછેલ પણ હશે, જિંદગી ની કડી લખી છે બીજી કડીઓ સાથે જોડીને, એમ ના સમજતા કે શાયરી પાછળ કલ્પના નો સાગર હશે..
કહેતો હતો પોતાને કે નહીં ભૂલું તને, પણ શું કરું મજબૂર થયો ભૂલવા ને.. હતું દુઃખ તને ભૂલવાનું મને, પણ ના રોકી શક્યો ઘેરાતા દુઃખ ના વાદળ ને.. હતી ચૂક મારી એક પ્રયોગ માં, ખોવી બેઠો તને એક સંજોગ માં.. ના કરી શક્યો માફ ખુદ મને, મળે સમય તો કરજે દુઆ ખુદા ને..
સાચું કહું તો સહન કરવું પડે, ખોટું કહું તો ગહન કરવું પડે, ને કઈ ના કહું તો દહન કરવું પડે.